Vikram sarabhai biography in gujarati all yellows
Vikram Sarabhai Birth Anniversary: 12 ઓગસ્ટના રોજ ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની જન્મ જયંતિ, જાણો તેમના યોગદાન વિશે
Vikram Sarabhai Birth Celebration 2024 Date: ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ (Vikram Ambalal Sarabhai)નો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. ભારતની વૈજ્ઞાનિક વિકાસનો સૌથી શ્રેય ઈસરો (ISRO)ને આપવામાં આવે છે, જેની સ્થાપના વિક્રમ સારાભાઈએ કરી હતી.
ત્યારે આજે તેમની જન્મ જયંતિ પર જાણો તેમના પ્રમુખ યોગદાન વિશે.
ઈસરો (ISRO)ની સ્થાપના
ભારતમાં વર્ષ 1962માં ઈન્ડિયન નેશનલ સ્પેસ રિસર્ચ કમિટીની સ્થાપના થઈ હતી. જેને પાછળથી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નામ આપવામાં આવ્યું હતું.
ડૉ. વિક્રમ સારાભાઈએ દક્ષિણ ભારતમાં થુંબા ઈક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશનની પણ સ્થાપના કરી હતી.
Claudius ptolemy ptolemaic theoryવર્ષ 1966માં ભૌતિકશાસ્ત્રી હોમી ભાભા (Physicist Homi Bhabha)ના અવસાન પછી, સારાભાઈને અણુ ઊર્જા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વિક્રમ સારાભાઈ પુરસ્કાર
વિક્રમ સારાભાઈને વર્ષ 1966માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 1972માં ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ મરણોપરાંત એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -International Youth Day 2024 Date: જાણો કેમ અને ક્યારે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, શું છે આ વર્ષની થીમ?
વિક્રમ સારાભાઈનું નિધન
વિક્રમ સારાભાઈનું નિધન માત્ર 52 વર્ષની વયે 30 ડિસેમ્બર, 1971ના રોજ હાર્ટ એટેકને કારણે થયું હતું. અમદાવાદમાં તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વિક્રમ સારાભાઈએ આ સંસ્થાઓ અને લેબની પણ સ્થાપના કરી છે.
- સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ
- વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, તિરુવનંતપુરમ
- ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL), અમદાવાદ
- વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન પ્રોજેક્ટ, કોલકાતા
- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદ
- ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL), હૈદરાબાદ
- દર્પણ એકેડેમી ફોર પરફોર્મિંગ આર્ટ, અમદાવાદ
- યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL), જાદુગુડા, બિહાર
- કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદ
- ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટર (FBTR), કલ્પકમ